Sunday, September 29, 2013

જેમ

વેહવા માંગુ છું નદીની જેમ,
નથી છળ જેના જળ માં.

કેહવા છે કથન સમયની જેમ,
નથી અસત જેના મન માં.

રેહવા માંગું છું ઈતિહાસની જેમ,
નથી ડર જેને વર્તમાન માં.

મુહોબ્બત માંગું છું પતંગા ની જેમ,
શમાને મળી પરવાનો જલી રહ્યો છે ચમન માં.

આગ

આજ આકાશ વરસાવી રહ્યું છે આગ,
વાદળ વિનાનું ગગન છે અતાગ.

પશુ-પક્ષીઓ માં મચી છે નાસ-ભાગ,
ખાલી ડામરના રસ્તાઓ જાને કોઈ કાળોતરો નાગ.

અકળાવી રહ્યો છે બફારો સવાર-સાંજ,
વિજ  ચમકારાઓ સાથે પડતી આ સાંજ.

વધતી જાયે છે લોકો માં અકળામણ,
હમણાં ત્યજી દેશે પ્રકૃતિ પ્રાણ.

વ્યાપેલું છે સામ્રાજ્ય ગરમીનું અણું-અણું માં,
આજ આકાશ વરસાવી રહ્યું છે આગ.

વિદાય ક્ષણોમાં

આખરી આ વિદાય ક્ષણોમાં,
કેહવા માંગુ છું શબ્દ કણોમાં.

હરી લીધી છે વાણી આ વેળાએ,
સાથ લઉં છું તેથી કલમનો  આ ક્ષણોમાં.

માંગીશ આ કવિતા માટે દાદ,
માંગીશ પછી ગુરુજન ના આશીર્વાદ ઝુકી ને ચરણોમાં.

કેહવુ તો હજી ઘણું છે શબ્દકણોમાં ,
આખરી આ વિદાય ક્ષણોમાં.

વન-વગડે

આ વન-વગડે  ડાળીઓ ખખડે,
ઉડા-ઉડ કરી પાંદડાઓ ઝગડે।

આ નાદ થી આખું વન ફફડે,
જુઓ ત્યાં નીકળી રવિની સવારી મારતા ઘોડે।

બોલી ઉઠ્યા કુકડા કુકડે-કુ-કુકડે,
વાય છે પવન સૃષ્ટિની સોડે।

જાણે આખું ગગન ઉઘડે,
આ વન-વગડે ડાળીઓ ખખડે.

આ ગગન હવે ખાલી છે

આ ગગન હવે ખાલી છે,
તેમાં સુરજ ની લાલી છે,
કલરવ ક્યાંક પંખીઓ નો અને ઠંડી હવા ની ખુશહાલી છે,
મહેકતા ફૂલોની સુંગંધ છે,
પણ આ ગગન હવે ખાલી છે.

નયન હવે અશ્રુઓ ના જામ ની પિયાલી છે,
તોય આ મેહફિલ  હવે ખાલી છે,
એક શ્વાસ જીવવા માટે જડતો નથી,
તોય વરસી રહી ચોતરફ થી પર્શ્નાવલી છે.

પેલી ટમકતા તારલાઓ ની ટોળી ધમાલી છે,
આકાશની રાત મન તેથી દિપાવલી છે,
પણ અહી તો દીવા તળે જ અંધારું છે,
પળ-પળ ની આ જ બદહાલી છે.

તો પણ જીતવા ની જીદ ઝાલી છે,
કૈક અંગત લોગો ની નામાવલી છે,
હજારો લોકો ની નજર જે ગગન તરફ છે,
તે જ ગગન હવે ખાલી છે.

શું ભરોસો

જિંદગી તારો શું ભરોસો,
ક્ષણ માં  ગુલિસ્તાં, ક્ષણ માં  વિલીન થઇ જાય.

માનવી તારો શું ભરોસો,
ક્ષણ માં પુનીત, ક્ષણ માં મલિન થઇ જાય.

દિલ તારો શું ભરોસો,
ક્ષણ માં શેતાન ક્ષણ માં મન શાલિન થઇ જાય.

ધન-દોલત તારો શું ભરોસો,
ક્ષણ માં જીવન રંગીન, ક્ષણ માં સમશાન બની જાય.

શબ્દો તારો શું ભરોસો,
ક્ષણ માં કુસુમ, ક્ષણ માં તીર-કમાન બની જાય.

કવિ તારી કવિતા નો શું ભરોસો,
ક્ષણ માં હસીન, ક્ષણ માં ગમગીન બની જાય.

ન હોય ભલે

ન હોય ભલે મહેલ મારી પાસે,
આ ચાર દિવાલો મારે મન બહુ છે,
આ ઘૂઘવાતા ખારા મહાસાગર કરતાં,
ઠંડા મીઠા પાણી નો પિયાલો બહુ છે.

ન ઝર ઝવેરાત, ન દુનિયા ની દોલત મારી પાસે,
દિલ નો અનમોલ રોનક બહુ છે,
એ કાંચની દેખાડા વાળી દુનિયા કરતાં,
એની આંખો માં ઝલકતી મૌન સેહમતી  બહુ છે.

ન હોય ભલે એશ-ઓ-આરામ મારી પાસે,
જીવન ને ધ્યેય આપનાર આ સળગતી મંઝીલ બહુ છે,
એ લુંટ ના કાળા નાણાં કરતા,
મહેનત ની એક પાવલી બહુ છે.

ન હોય  ભલે જીવન અમર મારી પાસે,
ખુમારી ના બે દિવસ બહુ છે,
જીવતાં -જીવત તો નગર ને શેહરો જોઈએ,
મૃત્યુ પશ્ચાત તો બે ગજ જમીન બહુ છે.